Gujarati Books

Top 35 Gujarati Books one should re

 

Best 35 Gujarati Books નું લીસ્ટ નીચે મુકેલ છે. તે પહેલા જાણીએ કે વાંચન કેમ જરૂરી છે?

 

– “વિમર્શ ઉભો થા. કેમ આ ખૂણામાં એકલો બેઠો છે ?

— હું ટેન્શનમાં છું. મને કંઈ સૂઝતું નથી.

– કેમ ?

— ખ્યાલ નથી. પણ મૂંઝવણ થાય છે. વિચારોનો વંટોળ મને હડિયે ચઢાવે છે.

– એટલે ?

— મારો આત્મવિશ્વાસ ડગમગી રહ્યો છે. હું કોઈ ચોક્કસ નિર્ણય પર આવી શકું એમ નથી.

–  તો મને તારી સમસ્યા વિશે જણાવ. હું તને મદદરૂપ થઈ શકું છું કે કેમ ?

— મારી સમસ્યા….! મારું જીવન એ જ મારે માટે મોટામાં મોટી સમસ્યા છે. એમાં આપ મને કઈ રીતે મદદરૂપ થશો ?

– અરે ! આ સમસ્યાનો સરળ ઉપાય તો તારી પાસે જ છે.

— મારી પાસે…! કેવી રીતે ?

– વિમર્શ, આ ઉપાય તો તારા હાથમાં જ છે.

— મારા હાથમાં ?! એ વળી કેવી રીતે ?

– વિમર્શ ! તું ન સમજ્યો ? અરે ! વાંચન…

 

 

વાંચન…

          હા, વાંચન તમારી જાતના પ્રશ્નોના નિરાકરણ માટે બહુ જરૂરી છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે, you knock the door and it will be opened. વાંચન માટે આ કહેવત એટલી જ સાચી છે. તમે વાંચનરૂપી દ્વારા ખટખટાવો અને તમારા માટે એ દરવાજા ખોલી નાંખશે. એટલે વાંચન જ જીવન ઘડનારું છે… વાંચન જ મારી સમસ્યાઓનું સમાધાન કરનારું છે… વાંચન જ મને લીડર બનાવારું છે… વાંચન જ મને વિવેકી બનાવનારું છે…

 

— વાંચન જ મારી સમસ્યાનું નિદાન કરનારું છે.

– ઓ વિમર્શ, તને તારી ગડમથલનો હવે ઉત્તર મળી ગયો હોય એવું લાગે છે.

— હા, મને ઘડનારો, આકાર આપનારો ને વિચારતો કરનાર મહામાર્ગ મળી ગયો છે.

 

          ઉપર વાંચનવિષયક સંવાદમાં આપણને વાંચનની મહત્તા સ્પષ્ટ થતી સમજાય છે. છતાંય વાંચન જેવી આત્મ-ચિંતનાત્મક પ્રવૃત્તિથી આપણે સાવ અળગા જ રહીએ છીએ. વાંચનનું મહત્ત્વ સમજાવતાં અમેરિકન ચિંતક માર્ક ટ્રવેઈન કહે છે, “The man who doesn’t read books has no advantage over the man who can not read.” જે માણસ પુસ્તકોનું વાંચન કરતો નથી એ, ન વાંચી શકનાર કરતાં કોઈ પણ રીતે ચઢિયાતો ન હોય. વાંચન એ જ આપણને ઉત્તમ બનાવવાનું માધ્યમ છે. વાંચનની પ્રવૃત્તિ આપણને નવતર સૃષ્ટિમાં રહેતા, રાચતા ને વિરતા કરનારી છે. ઉત્તમ વારસો આપનારી છે. મહાન સિદ્ધિઓ દેનારી છે. રાષ્ટ્ર ને પેઢીઓનું સંચાલન કરનારી છે. અને અંતે આપણે ઓળખાવનારી છ. તેથી જ તો અમેરિકન ચિંતક હેનરી ડેવિડ થોરો આ વાતને સમર્થન આપતાં કહે છે. “વિશ્વની મહાન સમૃદ્ધિઓનો ખજાનો અને રાષ્ટો તેમજ અનેક પેઢીઓનો ઉચ્ચતમ ને શ્રેષ્તમ વારસો એટલે પુસ્તક વાંચન.”

 

          વાંચનનું માનવજીવનમાં અતિ મહત્ત્વ છે. વાંચન આપણી ઝંખનાઓને તૃપ્ત કરે છે. વાંચન આપણાં અરમાન ને આશાઓને પૂર્ણ કરે છે. વાંચન એ પરલોક ને આલોકની તરક્કીનાં શિખરો સર કરવા માટે માર્ગદર્શક બની રહે તેવી નિજાનંદી પ્રવૃત્તિ છે.

 

વાંચન : અનેરું ને અદકેરું જીવન ઘડનારું :

 

          21 મી સદીના આજના આધુનિક સમયમાં વિજ્ઞાન ને ટેક્નોલોજીએ માનવસમાજને મનોરંજન કરાવી શકે એવી ઘણી શોધખોળ કરી છે. આ શોધખોળે માનવને મનોરંજન કરાવવાની નેમ લીધી છે. નેમ મુજબ શોધખોળે માનવને આનંદ આપ્યો છે. છતાંય તે શાશ્વતને બદલે ક્ષણિક આનંદ છે. આ ક્ષણિક આનંદ માનવને યંત્રવત્ બનાવી દીધો છે, પાંગળો બનાવી દીધો છે જેથી તે શાશ્વત આનંદની ભૂમિકાને સમજવા માટે બધિર કાં તો સંવેદનહન બન્યો છે. આ બધિરતા કે સંવેદનહીનતા ટાળવા એને શાશ્વત, જીવનલક્ષી ને વિચારપ્રેરક એવી વાંચનપ્રવૃત્તિનો આશરો લેવો જ રહ્યો. આ આશરે આપણી જીવનશૈલીને નવ્ય આકાર પ્રાપ્ત થાય છે. જહૉન લૅક આ સંદર્ભે એક વિચાર આપતાં જણાવે છે કે, “વાંચન એ તો આરસપહાણ છે. વ્યક્તિ તેમાં રસ ધરાવે ત્યારે તેની મૂર્તિ ઘડાય છે.”

          વાંચનપ્રવૃત્તિમાં રસ ધરાવવાથી કે કેળવવાથી આપણું ઘડતર થાય છે. આપણો જીવનની ઉત્કૃષ્ટતા તરફનો સાચો અભિગમ સમજાય છે. અંતઃ જીવનને નિરખવાની આપણને નવ્ય દૃષ્ટિ મળે છે. વિવિધ પુસ્તકોના વાંચને જીવનઘડતરની પ્રક્રિયા શરૂ થાય છે. આ જીવનઘડતરની પ્રક્રિયા આપણી સમાજવ્યવસ્થા ને માનવસમાજની દૃષ્ટિએ નવો આયામ પ્રદાન કરે છે. માટે જ તો મિરેકલ ઓફ રાઈટ થોટ્સના સર્જક એરિસન સ્વેટે કહ્યું છે, “વાંચન આપણા વિચારોને, આપણી મનોવૃત્તિઓને, આપણી લાગણીઓને તથા આપણી જાતને ઘડવાનું ઓજાર છે.”

      

     The books shortlisted are life changing. One will get different perception to look at the world. Here below is the list of 35 Best Gujarati Books that one should read.

        આ લીસ્ટ આકાર એમ્પાવરમેન્ટના ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પ્રજાપતિ દ્વારા સૂચવવામાં આવેલ છે.

Sr. No. Name of BookAuthorNote:
1મહાન હૃદયોના સા રે ગ મ પ ધ નીસંજીવ શાહ- ચારિત્ર્ય ઘડતર માટે ઉત્તમ માર્ગદર્શક પુસ્તક

- '7 Habits of Highly Effective People' પુસ્તકનું ગુજરાતી ભાવાનુવાદ
2નૂતન વિશ્વના પ્રભાતનો કલરવસંજીવ શાહ- ડૉ. એન. સ્કોટ નાં અંગ્રેજી પુસ્તકોનો સાર.

- જીવન વિષયક મુદ્દાઓની સૈધાંતિક સમાજ આપતું પુસ્તક
3મહાન હૃદયોની શ્રવણકળાસંજીવ શાહ- કોમ્યુનીકેશન સ્કીલમાં Listening વિશેની ઉત્તમ સમજણ આપતું પુસ્તક.
4જીત તમારીશિવ ખેરા- વ્યક્તિત્વ વિકાસની સરળ સમજણ આપતું પુસ્તક
5પ્રેરણાનું ઝરણુંડૉ. જીતેન્દ્ર અઢીયા- માનવ મનની અગાધ શક્તિઓ અને તેના ઉપયોગની ગુજરાતીમાં સરળ - પાયાની માહિતી આપતું પુસ્તક
6કર્મનો સિધ્ધાંતહીરાલાલ ઠક્કર- કર્મના સિધ્ધાંતની સમજ આપતું પુસ્તક
7કાર્યક્ષમતાની ભેટસંજીવ શાહ- ટાઈમ મેનેજમેન્ટ અને 'ના' કહેવાની કળા સમજાવતી પુસ્તીકા
8તોત્તો ચાનઅનુ. રમણલાલ સોની - બાળ ઉછેરને લઈને જાપાનીઝ બાળકીની પ્રેરણાત્મક આત્મકથા
9પડકાર-- કિરણ બેદીની આત્મકથા
10વંચિતોના વાણોતરઅનુ. હેમંતકુમાર શાહ- બાંગ્લાદેશ ગ્રામીણ બેંકના સ્થાપક મહંમદ યુનુસની આત્મકથા

- બચત _ ધિરાણ પ્રવૃત્તિ દ્વારા ગ્રામ વિકાસ ઈચ્છતા કાર્યકરોએ અચૂક વાંચવા જેવું પુસ્તક
11અગનપંખ- ડૉ. અબ્દુલ કલમ સાહેબની આત્મકથા
12સત્યના પ્રયોગો- ગાંધીજીની આત્મકથા
13મારું સ્વપ્ન- ડૉ. વર્ગીસ કુરીયનની આત્મકથા

- પશુપાલન - ડેરી ઉદ્યોગ અને સહકાર દ્વારા વિકાસ ઈચ્છતા સૌએ વાંચવા લાયક જીવન ચરિત્ર
14સંપત્તિનું સર્જનઆર. એસ. લાણા- તાતા પેઢીની કથા (રાષ્ટ્ર માટે સંપત્તિના સર્જન માટે મથામણો, ચિંતા, સાહસ અને સિદ્ધિની કથા
15મુક્ત ગગનનું મસ્ત પંખીઓશો- ઓશો જીવન દર્શન
16સરદાર પટેલ : એક સમર્પિત જીવનરાજમોહન ગાંધી- સરદાર પટેલનું જીવન ચરિત્ર
17વીજળીને ચમકારેસ્વામી બ્રહ્મવેદાંતજી- સ્વામી બ્રહ્મવેદાંતજીના પ્રવચનોનું સંકલન
18પ્રભાતના પુષ્પોવજુ કોટક- પ્રકૃતિ અને ઈશ્વર સાથેના સંવાદ દ્વારા જીવન પ્રેરણા આપનાર પુસ્તક
19ગ્રામ લક્ષ્મી (ભાગ ૧ થી ૪)ર. વ. દેસાઈ- ગ્રામ્ય જીવનનું નીરુપણ કરતી નવલકથા.
20સોક્રેટીસમનુભાઈ પંચોલી (દર્શક)- ઇતિહાસમાં રસ ધરાવતી દરેક વ્યક્તિએ અચૂક વાંચવા જેવું પુસ્તક
21ઝેર તો પીધા છે જાણી જાણી ( ભાગ ૧ થી ૩)મનુભાઈ પંચોલી (દર્શક)- એવોર્ડ વિજેતા નવલકથા
22માનવીની ભવાઈપન્નાલાલ પટેલ- દુષ્કાળનું અદભુત વર્ણન કરતી અને વાંચનમાં જકડી રાખતી નવલકથા
23સાગર પંખી- અનુ. મીરાભટ્ટ

- મુ. લે. રીચાર્ડ બાક
- ' સાગર પંખીની એક વાર્તા

- જીવનને પ્રેરણા આપતું પુસ્તિકા
24અતરાપીધ્રુવ ભટ્ટ- ' બે કુતરાઓ' ની કથા. જે આજની શિક્ષણ પ્રથા - બાળ ઉછેરને લઈને આપણી આંખો ખોલે છે અચૂક વાંચવા જેવું પુસ્તક
25કીમિયાગર- ખજાનાની શોધમાં નીકળેલા ઘેટા ચરાવતા અજાણ માણસની કથા આપણને સ્વયંની ઓળખ કરાવે છે અને અગાધ શક્તિઓનો પરિચય આપે છે
26કોને ખસેડી લીધું મારું ચીઝ- પરિવર્તન એ સંસારનો નિયમ છે અને સિધ્ધાંતને સમજાવતું પુસ્તક.

' બે ઉંદર અને બે વેંતીયાના પાત્રોનું અદભુત નિરુપણ
27તત્વમસિ ધ્રુવ ભટ્ટ- નર્મદા આસપાસ - આદિવાસી સંસ્કૃતિને વર્ણાયેલું પુસ્તક
28સમુદ્રાન્તિકેધ્રુવ ભટ્ટ- દરિયાની વિશાળતા અને કુદરત સાથે અનોખો નાતો રાખનારા લોકોની કહાની
29લખી રાખો આરસની તકતી પરઆચાર્ય વિજય રત્નસુંદરસુરી- દરેક પુત્રોએ અચૂક વાંચવા જેવું પુસ્તક. ઓશીકું ભીનું થવાની ગેરંટી.

- માં - બાપ અને પત્ની વચ્ચે સેન્ડવીચ થતા પુરુષને માર્ગદર્શન આપતો પત્રવ્યવહાર
30ઝેર જયારે નીતરી જાય છેઆચાર્ય વિજય રત્નસુંદરસુરી- દરેક વહુઓએ અચૂક વાંચવા જેવું.

- સાસુ - વહુના સંબંધોમાં વહુને કેન્દ્રમાં રાખીને લખાયેલો પત્રવ્યવહાર.
31અમૃત જયારે આંખમાં પ્રવેશે છેઆચાર્ય વિજય રત્નસુંદરસુરી- દરેક 'સાસુ' એ અચૂક વાંચવા જેવું.

- સાસુ - વહુના સંબંધોમાં 'સાસુને' કેન્દ્રમાં રાખીને લખાયેલો પત્રવ્યવહાર.
32દીવાલ જયારે તુટી જાય છેઆચાર્ય વિજય રત્નસુંદરસુરી- ભાઈ - ભાઈના સંબંધોમાં માર્ગદર્શન આપતું અદ્ભુત પુસ્તક
33ઝંખે છે સાથ ભવ ભવનોસુરેશ - અલકા પ્રજાપતિ- પતિ પત્નીના સંબંધોમાં માર્ગદર્શક બનતું પુસ્તક
34ઘર એ જ સ્વર્ગઆચાર્ય શ્રુતપ્રજ્ઞ સ્વામી- કુટુંબ જીવન અને સંબંધોમાં સુખ સમજાવતું પુસ્તક
35રીચ ડેડ ... પુઅર ડેડરોબર્ટ ટી. કિયાસાકી- ' પૈસા વિશે અમીર લોકો પોતાના બાળકોને શું શીખવે છે જે ગરીબ અને મધ્યમ વર્ગના માં - બાપ નથી શીખવતા

 

 

For List of Best 20 English Motivational Books to read : Click Here

Top Gujarati books