સુરક્ષા સંવાદ – ભાગ ૧

એક અનોખો પ્રયોગ

વૈજ્ઞાનિકોના એક જુથે પાંચ વાંદરાઓને એક ઓરડામાં સાથે બંધ કરી દીધા અને ત્યાં વચ્ચે એક સીડી મૂકી જેની ટોચ પર કેળાનું એક ઝૂમખું ગોઠવ્યું. જેવો કોઈ એક વાંદરો સીડી પર ચડવા જતો કે વૈજ્ઞાનિકો બાકીના વાંદરા અપાર થોડું ઠંડુ પાણી છાંટતા.

થોડા સમય બાદ એમ બન્યું કે જેવો કોઈ વાંદરો સીડી પર ચડવા જતો કે બીજા વાંદરાઓ તેને મારવા લાગતા. થોડા સમયમાં પરિણામ એવું આવ્યું કે પ્રલોભન છતાં હવે કોઈ વાંદરાએ સીડી પર ચડવાનો પ્રયાસ કે હિંમત જ ન કરી.

 

વૈજ્ઞાનિકોએ હવે વાંદરાઓને બદલવાનું નક્કી કર્યું.

 

નવો વાંદરો આવતાંવેંત પહેલા સીડી ચડવા ગયો પણ બીજા વાંદરાઓ તરત તેને મારવા લાગ્યા. થોડા માર પછી નવા વાંદરાએ પણ સીડી ચડવાના પ્રયત્નો બંધ કરી દીધા. શા માટે તેનું કારણ તે પોતે પણ જાણતો ન હતો.

 

પછી તો વૈજ્ઞાનિકોએ બીજો વાંદરો બદલી નાંખ્યોપણ તેની સાથે પણ એ જ થયું.જુના વાંદરાઓ સાથે પહેલા બદલેલા નવા વાંદરાએ પણ જયારે બદલાયેલા બીજા નવા વાંદરાએ સીડી ચડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને મારવાનું શરુ કરી દીધું.

 

પછી તો વૈજ્ઞાનિકોએ ત્રીજો, ચોથો અને છેલ્લો પાંચમો એમ બધા વાંદરા બદલી નાખ્યા પણ એક દરેક વખતે એમ જ બન્યું કે પહેલા તો નવો વાંદરો સીડી ચડવા જતો પણ જુના વાંદરાઓ તેને મારવા લાગતા અને પછી તે પણ એ મારવાવાળા વાંદરાઓની જમાતમાં જોડાઈ જતો. છેલ્લે ઓરડામાં બધા બદલાયેલા નવા વાંદરા બચ્ચા જેમના પર ઠંડુ પાણી છાંટવામાં આવ્યું ન હતું, ચાટતા જેવો કોઈ વાંદરો સીડી ચડવા જતો કે બીજા વાંદરાઓ તેને મારવા લાગતા.

 

જો આપણે વાંદરાઓને પૂછી શકતા હોત અને તેમને સવાલ કરવામાં આવે કે તેઓ શા માટે સીડી પર ચડવા જતા વાંદરાને મારવા લાગે છે? અને તેઓ જો જવાબ આપી શકતા હોત તો ચોક્કસ આપણને તેમનો જબાબ સાંભળવા મળત –

“ અમને ખબર નથી, પણ અહીં તો આમ જ ચાલતું આવે છે”.

 

શું તમે આ વાત ક્યાંક સાંભળી છે?

ઘણીવાર આપના બધાનો અભિગમ કૈંક આવો જ હોય છે. નવો અને કૈક અલગ રસ્તો જે આપણા ફાયદામાં હોવા છતાં આપણે જે ચાલતું આવ્યું છે તે જ અનુસરતા હોઈએ છીએ. માત્ર જરૂર છે આ અભિગમ બદલવાની.

મિત્રો,

આપણે પણ સદીઓથી ચાલતી આવતી પરંપરાને અનુસરીએ છીએ. આપણને કોઈ સુરક્ષા બાબતે કહે તો આપનો જવાબ છે, વર્ષોથી આપણે સેફટી બેલ્ટ વગર જ કામ કર્યા છે. આપના બાપ – દાદા પણ ક્યાં હેલ્મેટ પહેરતા હતા કે સેફટી બેલ્ટ પહેરતા હતા?

થોડી વાર ઉભા રહી વિચારો… આવી અસુરક્ષિત કાર્યપધ્ધતિ આપણે પણ ચાલુ રાખવી છે કે વિચારીને અલગ પગલું ભરવું છે? ચાલો… આપણે પણ ગાડરિયા પ્રવાહમાંથી બહાર નીકળીએ અને સુરક્ષિત જિંદગીને પસંદ કરીએ.

 

ટ્યુબલાઈટ : કેટલાક વાંચતા નથી અને કેટલાક અભણ છે, કેટલાક જોતા નથી અને કેટલાક અંધ છે, કેટલાક સંભાળતા નથી અને કેટલાક બહેરા છે – સરવાળે તો બધા જ સરખા છે.

દર મહિનાની ૧ અને ૧૫ તારીખે રજુ થતી સેફટી ટોક…

રજૂઆત : સુરેશ પ્રજાપતિ

Specially for Tool Box Meeting (TBM)

Leave a Reply